‘હાંક્લ કરો ત્યાં હાજર’ ના જીંગલથી લોકોના મન હૃદયમાં મજબુત સ્થાન ઉભું કરી જંગી લીડથી ચૂંટણી જીત્યાના પ્રથમ મહિને જ પોતાના જન્મ દિને 251 કુપોષીત બાળકો દત્તક લઇ તેમની ચિંતા આખું વર્ષ કરવાની જાહેરાત કરી હતી.
તેના જ ભાગ રૂપે કાર્ય – વચન પૂર્ણ કરતા ભાજપના કીધું તે કર્યું ના સૂત્રને સાર્થક કરી 1 મહિનો પૂરો થતાં તમામ કુપોષીત બાળકોને તેમના વિસ્તારમાં જઇ રૂબરૂ સંપર્ક કરી આંગણવાડી વોર્ડ સહ 251 પોષણયુક્ત ખોરાકનું વિતરણ કર્યું હતું. ખૂબ જ નાના ભૂલકાઓની ચિંતા કરનાર દિવ્યેશભાઇના કાર્યની દિવ્યતાનો અહેસાસ ઉપસ્થિત સર્વ વિસ્તારના કોર્પોરેટર્સ – આંગણવાડી કર્મચારીઓ – સુજ્ઞ વાલીઓ – નાગરિકોએ નિહાળી હતી.
251 કુપોષિત બાળકોને પોષિત આહાર આપી હેલ્ધી પોષિત બનાવવાનાં આ અભિયાનમાં વોર્ડ નંબર : 7, 8, 9, 10, 12, 13, 14, 15 અને 16ની આંગણવાડીઓમાં વોર્ડના પ્રમુખ મહામંત્રી, કોર્પોરેટર્સ તેમજ અગ્રણીઓ – કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી પોષણ આહારકીટનું વિતરણ કરવામાં આવેલ હતું.