જામનગર જિલ્લાના લાલપુર ખાતે કોવિડ કોરોનાના દર્દીઓને દાખલ કરવા જામનગર 40 કિલોમીટર લાંબુ થવું પડે છે. ત્યારે જામનગરની હોસ્પિટલમાં પણ રાજકોટ-મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ આવતા હોય, ત્યાં જગ્યાનો અભાવ રહેતો હોય, તેમજ લાંબી લાઇનો હોય છે અને મૃત્યુના બનાવો પણ વધ્યા છે મ્યૂકરમાઇકોસિસ જેવી નવી જાહેર થયેલ મહામારી પણ ઝડપથી પ્રસરી રહી છે. ત્યારે લાલપુર સામુહિક આરોગ્ય કેન્દ્રને જરુરી સુવિધાવાળી 50 બેડની કોવિડ હોસ્પિટલ ફાળવવા ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાએ નાયબ મુખ્યમંત્રીને પત્ર પાઠવી માંગ કરી છે.