લાલપુર તાલુકાના મુરીલા ગામના ખેતીવાડી વિસ્તારમાં રહેતા માધાભાઈ બાબુભાઈ રાઠોડ નામના યુવાનની પુત્રી જલ્પાબેન રાઠોડ (ઉ.વ.19) નામની અભ્યાસ કરતી યુવતી ગત તા.26 ના રોજ સવારના 7 વાગ્યાના અરસામાં ઘરે કોઇને જાણ કર્યા વગર જતી રહેતા લાપતા થયેલી પાતળા બાંધાની ગોરો વાન કાળી આંખો અને લંબગોળ ચહેરો ધરાવતી પાંચ ફૂટ પાંચ ઈંચ ઉંચાઈની સફેદ કલરનું ટીશર્ટ અને બ્લુ ડીઝાઈનવાળુ કાળા કલરનું જીન્સ પહેરેલ ગુજરાતી તથા હિન્દી ભાષા જાણતી જલ્પાબેન નામની યુવતી અંગે જાણકારી મળે તો પોલીસ સ્ટેશનમાં જાણ કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.