Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાંથી એસઆરપી જવાન લાપતા

જામનગર જિલ્લામાંથી એસઆરપી જવાન લાપતા

- Advertisement -

સુરતના એસઆરપી કેમ્પમાં રહેતા અને હાલ લાલપુર તાલુકાના કાનાલુશમાં ફરજ બજાવતા જવાન લાપતા થઈ જતાં પોલીસ દ્વારા શોધખોળ આરંભી હતી.

- Advertisement -

આ અંગે ની વિગત મુજબ સુરતમાં વાવ એસઆરપી કેમ્પમાં સી બ્લોક રૂમ નં 11 માં રહેતા અને હાલ લાલપુર તાલુકાના કાનાલુશમાં ફરજ બજાવતા નીતિનભાઈ બાબુભાઈ ધુલિયા (ઉ.વર્ષ 52) નામના 5’5″ ઉંચાઈ ધરાવતા ગુજરાતી અને હિન્દી ભાષા જાણતા શરીરે પોલીસ યુનિફોર્મ પહેરેલા પ્રોઢ ગત રવિવારે સાંજથી સવાર સુધીમાં તેની ફરજ દરમિયાન કાનાલુશ માંથી ઘરના કોઈ પણ વ્યક્તિને જાણ કર્યા વગર ચાલ્યા ગયા હતા. આ અંગેની રાજેશ ગામીત દ્વારા જાણ કરતા હે.કો વી.સી.જાડેજા તથા સ્ટાફે જવાન વિશે કોઈ પણ માહિતી મળે તો મેઘપર પોલીસ સ્ટેશનના મો.63596 27849 ઉપર સંપર્ક કરવા પોલીસની યાદીમાં જણાવાયું છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular