Tuesday, October 8, 2024
Homeરાજ્યગુજરાતચમત્કાર ! ઝીંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહેલા સૌરાષ્ટ્રના 5 મહિનાના બાળકનું...

ચમત્કાર ! ઝીંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહેલા સૌરાષ્ટ્રના 5 મહિનાના બાળકનું હૃદય બંધ થયું અને પછી જે થયું તે વાંચવા જેવું 

- Advertisement -

મોરબીમાં રહેતા એક 5 મહિનાના બાળકને એકાએક શ્વાસ લેવામાં એકાએક તકલીફ પડી રહી હતી. માટે તેના માતા પિતા બાળકને મોરબીની હોસ્પિટલમાં લઇ ગયા હતા. અને બાળકને ઓક્સીજન પર રાખવામાં આવ્યું હતું. પરંતુ તબિયત વધુ ખરાબ થતાં તેને રાજકોટ અને ત્યારબાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ઝીંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહેલા બાળકની સારવાર ચાલી રહી હતી અને અચાનક તેના હૃદયના ધબકારા બંધ પડી ગયા હતા. પરંતુ અમદાવાદ સિવિલના ડોકટરો દ્રારા કૃત્રિમ રીતે હૃદય પર દબાણ ઉભું કરીને હૃદય પુનઃ ધબકતું કરવાની કોશિશ કરવામાં આવી હતી. અને ડોકટરોની આ મહેનત રંગ લાવી અને બાળકનું હૃદય પુનઃ ધબકતું થયું. જે એક ચમત્કારથી ઓછુ ન કહી શકાય.

- Advertisement -

મોરબીમાં રહેતા શૈલેષભાઈ રાઠવાના 5 માસના પુત્ર રાજવીરે ધરતી પર હજુ એક ડગલું પણ નહોતું માંડ્યું ત્યા તો એકાએક તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. પરિણામે તેના માતા-પિતા રાજવીરને મોરબીની સરકારી હોસ્પિટલમાં લઇ ગયા હતા. માસુમની હાલત વધુ ગંભીર હોવાથી તેને ઓક્સીજન પર રાખવામાં આવ્યો હતો. પરંતુ તેની તબિયત વધુ બગડતા રાજવીરને રાજકોટ લઇ જવામાં આવ્યો હતો અને હૃદય સબંધી તકલીફો જણાતા તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -

અમદાવાદની સીટી સ્કેન કરાતાં જાણવા મળ્યું કે છાતીના ભાગમાં 6X5X4 સે.મી.ની મહાકાય ગાંઠ જોવા મળી, જે રાજવીરનાં ફેફસાં અને મુખ્ય શ્વાસનળી પર દબાણ ઊભું કરી રહી હતી. એ કારણોસર રાજવીરને શ્વાસ લેવામાં ઘણી તકલીફ અનુભવાઈ રહી હતી. સિવિલની મેડિસિટીમાં એકાએક આ શ્વાસ લેવામાં પડતી તકલીફ વધી ગઇ અને હૃદયના ઘબકારા અપ્રમાણસર બન્યા હતા. માસુમની સારવાર ચાલી રહી હતી અને અચાનક તેના હૃદયના ધબકારા બંધ પડી ગયા હતા. બાદમાં સિવિલ મેડિસિટીમાં આવેલી યુ.એન.મહેતા હૃદયરોગ હોસ્પિટલના તબીબોની સારવાર અને શ્રેષ્ઠ પ્રયત્નો દ્વારા કૃત્રિમ રીતે હૃદય પર દબાણ ઊભું કરવામાં આવ્યું અને હૃદય પુનઃ ધબકતું થયું.

જે એક ચમત્કારથી ઓછુ ન કહી શકાય. સર્જરી દરમિયાન 6X5X4 સેમીની વિશાળકાય ગાંઠ દૂર કરવામાં આવી. આ ગાંઠ ફેફસાં અને શ્વાસનળી વચ્ચે દબાયેલી હતી. 1 દિવસ વેન્ટિલેટર પર અને 10થી વધુ દિવસ ઓક્સિજન પર રાખીને સર્જરી બાદની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી. 10થી 15 દિવસની લાંબી સારવાર  બાદ રાજવીર મોત સામે જંગ જીતીને ઘરે પરત ફર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular