ગુજરાત રાજયના અન્ન અને નાગરીક પુરવઠા, કુટીર ઉધોગ તથા ગ્રાહક સુરક્ષા વિભાગના રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા) તા.3 સપ્ટેમ્બરના રોજ સર્કિટ હાઉસ, લાલ બંગલા ખાતે લોકોને મળશે અને જે વ્યક્તિ ચાહે તે એમની મુલાકાત લઈ શકે છે, સતત લોકો સાથે જોડાયેલા રહેતા ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા(હકુભા) લોકોના પ્રશ્ર્નોને સાંભળશે.
જામનગરમાં સર્કિટ હાઉસ, લાલ બંગલા ખાતે તા.3ના રોજ સવારના 10 થી બપોરના 1 કલાક દરમ્યાન રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા) મળશે આ દરમ્યાન તમામે સોશ્યલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરીને આવવા અનુરોધ કરવામાં આવે છે. આ અંગેની નોંધ લેવા માટે રાજયમંત્રીના કાર્યાલયની યાદીમાં જણાવવામાં આવ્યું છે.