જામનગરના મયુરટાઉનશીપમાં રહેતો યુવાન છેલ્લાં છ માસથી માનસિક બીમાર રહેતો હતો. અને તેને કોઇ મેલી શકિત હેરાન પરેશાન કરતી હોવાની વાતો કરતો હતો દરમિયાન સોમવારે રાત્રિના સમયે ઘરેથી નિકળીને ઝેરી દવા પીધા બાદ અજાણ્યા વાહન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો હતો.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં આવેલી મયુરટાઉનશીપ શેરી નં.1 અને મકાન નં.3 માં રહેતા પ્રવિણકુમાર નાનજીભાઈ વેકરીયા (ઉ.વ.42) નામના મજૂરી કામ કરતા યુવાન છેલ્લાં છ મહિનાથી માનસિક બીમાર રહેતો હતો. અને આ બીમારી દરમિયાન તેને કોઇ મેલીશકિત હેરાન કરતી હોય તેવી વાતો કર્યા કરતો હતો. દરમિયાન સોમવારની રાત્રિના સમયે ઘરે મોબાઇલ મૂકી અને નિકળી ગયો હતો અને ત્યારબાદ યુવાને દવા પીધા બાદ રોડ પરથી પસાર થતા અજાણ્યા વાહન હેઠળ પડતુ મુકી આપઘાત કર્યો હતો. આ અંગેની મૃતકના ભાઈ ભગવાનજીભાઈ દ્વારા જાણ કરાતા હેકો એસ. એસ. જાડેજા તથા સ્ટાફે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર મોરકંડા ગામના પાટીયા નજીકથી યુવાનના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.