Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયમેઘતાંડવથી હિમાચલ પ્રદેશને રૂા. 8000 કરોડનું નુકસાન

મેઘતાંડવથી હિમાચલ પ્રદેશને રૂા. 8000 કરોડનું નુકસાન

- Advertisement -

ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. અનેક વિસ્તારોમાં પૂર આવ્યા છે, અનેક વિસ્તારો જળાશયમાં ફેરવાઇ ગયા છે. લોકોના જાનમાલને જે નુક્સાન થયું છે, તેનો તો હિસાબ મેળવવો જ મુશ્કેલ છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ શનિવારે કહ્યું કે ભારે વરસાદને કારણે તેમના રાજયને લગભગ 8,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તેમણે કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસેથી રૂ. 2,000 કરોડની વચગાળાની રાહત રકમની માંગ કરી છે. મુખ્ય પ્રધાન સુખુએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે રાજયમાં ફસાયેલા લગભગ 70,000 પ્રવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.જયારે 15,000 વાહનોને બહાર મોકલવામાં આવ્યા હતા. લગભગ 500 પ્રવાસીઓએ સ્વેચ્છાએ અહીં રોકાવાનું નક્કી કર્યું હતું.

- Advertisement -

કસોલ-ભુંતર રોડ પર ડંખરા પાસે ભૂસ્ખલનને કારણે વાહનો અટવાયા હતા અને પ્રવાસીઓને બીજી તરફ જવા માટે ચાલીને જવું પડ્યું હતું. રાજય સરકારે કહ્યું હતું કે આ પ્રવાસીઓની કાળજી લેવામાં આવી રહી છે. આફતથી પ્રભાવિત 80 ટકા વિસ્તારોમાં વીજળી, પાણી અને ટેલિકોમ્યુનિકેશન સેવાઓ અસ્થાયી રૂપે પુન:સ્થાપિત કરવામાં આવી છે અને બાકીના વિસ્તારોમાં શક્ય તેટલી વહેલી તકે આવશ્યક સેવાઓ પુન:સ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, એવી રાજય સરકારે માહિતી આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular