Saturday, June 20, 2026
Homeરાજ્યજામનગરજીએસટીની રાજ્યની 20થી વધુ ટીમ દ્વારા જામનગરમાં મેગા સર્ચ ઓપરેશન - VIDEO

જીએસટીની રાજ્યની 20થી વધુ ટીમ દ્વારા જામનગરમાં મેગા સર્ચ ઓપરેશન – VIDEO

જામનગરમાં ફરી એકવાર જીએસટી વિભાગે મોટું ઓપરેશન હાથ ધરતા વેપારી અને ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચી ગયો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલી કુલ 20 જેટલી જીએસટી ટીમોએ સંયુક્ત કાર્યવાહી કરીને ઉદ્યોગનગર વિસ્તારમાં એકસાથે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

- Advertisement -

મળતી માહિતી મુજબ, બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ, બ્રાસના ભંગારના વ્યવસાયકારો તેમજ અનેક કારખાનેદારોને ત્યાં જીએસટી વિભાગની ટીમોએ તપાસ હાથ ધરી છે. ટીમો દ્વારા વિવિધ એકમોમાં પહોંચી આર્થિક વ્યવહારો, બિલિંગ રેકોર્ડ, ખરીદી-વેચાણના દસ્તાવેજો તેમજ ટેક્સ સંબંધિત હિસાબોની જીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે.

- Advertisement -

એકસાથે મોટી સંખ્યામાં ટીમો મેદાનમાં ઉતરતા ઉદ્યોગનગર વિસ્તારમાં ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો. જીએસટી વિભાગ દ્વારા નિયમોના પાલન અને કરચોરી સંબંધિત મુદ્દાઓને ધ્યાનમાં રાખી તપાસ આગળ ધપાવવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.

- Advertisement -

હાલ સર્ચ ઓપરેશન ચાલુ હોવાથી તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular