શહિદ દિવસ નિમિતે જામનગર શહેરમાં સીટી એ ડિવીઝન ખાતે પોલીસ કર્મચારીઓના નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓનું તબીબી ચિકિત્સા કરવામાં આવી હતી.
પોલીસ કર્મચારીઓની સ્વાસ્થ્ય સંભાળ લેવા તથા મેડિકલ ચેકઅપ કરાવી સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બને તે માટે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તેમજ નાયબ પોલીસ અધિક્ષક વરૂણ વસાવાની સૂચનાથી સીટી એ ના પીઆઇ એમ.બી. ગજજર તથા ઇન્ચાર્જ પીઆઇ પીપી ઝા અને સર્વેલન્સ સ્કવોડના પીએસઆઇ બી.એસ. વાળાના માર્ગદર્શન હેઠળ શહિદ દિન નિમિતે બીટીજી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર તથા સીટી એ ડિવીઝન સ્ટેશનના સહયોગથી સીટી એ પોલીસ ખાતે વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બીટીજી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગરના ડોકટરોની ટીમ ઉપસ્થિત રહી સીટી એ ડિવીઝનના તમામ પોલીસ અધિકારી, કર્મચારી તેમજ હોમગાર્ડઝ જવાનોનો મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.