જામનગર મહાનગરપાલિકા હસ્તક પંપ હાઉસ ખાતે ચાલતા કામની મેયર બિનાબેન કોઠારી દ્વારા અધિકારીઓ સાથે મુલાકાત લેવામાં આવી હતી અને આ પ્રોજેકટ અંગે જરૂરી સૂચનો આપી તાત્કાલિક ધોરણે પ્રોજેકટ પૂર્ણ કરવા સૂચના આપી હતી.
જામનગર મહાનગર પાલિકા હસ્તક પંપ હાઉસ ખાતે હૈયાત 27 એમ.એલ.ડી. ફિલ્ટર પ્લાન્ટ ડીસમેન્ટલ કરી નવો 30 એમ.એલ.ડી. ફિલ્ટર પ્લાન્ટ તથા 286 લાખ લીટર કેપેસિટીના ત્રણ સમ્પ બનાવવાનું કામ 14 મા નાણાંપંચ યોજના અંતર્ગત કરવામાં આવે છે. અંદાજિત 18.90 કરોડના ખર્ચે આ કામગીરી કરવામાં આવનાર છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાના મેયર બિનાબેન કોઠારી દ્વારા વોટરવર્કસ શાખાના અધિકારી પી.સી. બોખાણી તેમજ અન્ય અધિકારીઓને સાથે રાખી કામગીરીની મુલાકાત લેવામાં આવી હતી અને આ પ્રોજેકટ તાત્કાલિક અસરથી પૂર્ણ કરવા જરૂરી સૂચના આપવામાં આવી હતી.