Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં સૂર્યનારાયણનો આકરો મિજાજ, મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી

જામનગરમાં સૂર્યનારાયણનો આકરો મિજાજ, મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી

શહેરીજનો આકરા તાપથી પરસેવે રેબઝેબ : બપોરના સમયે માર્ગો સુમસામ બન્યા

- Advertisement -

જામનગર સહિત રાજયભરમાં કમોસમી વરસાદની આફત બાદ હવે નાગરિકો સૂર્યનારાયણ દેવના પ્રકોપનો સામનો કરી રહ્યા છે. રાજયભરમાં અસહ્ય ગરમીથી લોકો પરેશાન થઇ રહયા છે. જામનગર શહેરમાં પણ સૂર્યનારાયણનો આકરો મિજાજ જોવા મળતાં આ સીઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. જામનગરમાં મહતમ તાપમાન 39.8 ડિગ્રી નોંધાતા લોકો ગરમીથી અને આકરા તાપથી હેરાન પરેશાન થયા હતા.

- Advertisement -

જામનગર સહિત રાજયભરમાં વાતાવરણમાં ઉપલા સ્તરે હવાના ઉચા દબાણની અસરને લીધે ગરમીનું મોજું ફરી વળ્યું છે. કમોસમી વરસાદ બાદ અસહ્ય ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે. જામનગર શહેરમાં આ સીઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે. કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર જામનગર શહેરમાં મહતમ તાપમાન 39.8 ડિગ્રી તેમજ લઘુતમ તાપમાન 26.5 ડિગ્રી તથા હવામાં ભેજનું પ્રમાણ 81 ટકા નોંધાયું હતું. જામનગરની સાથે-સાથે દ્વારકા જિલ્લામાં પણ અસહય ગરમી અને બફારાથી લોકો પરેશાન થયા છે.

જામનગર શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રી નજીક પહોંચી જતાં બપોરના સમયે આકરા તાપને પરિણામે માર્ગો સુમસામ બનતા જોવા મળ્યા હતા. એક તરફ શાળા-કોલેજોમાં વેકેશન શરૂ થયું છે. ત્યારે બાળકોથી લઇ મોટેરાઓ વેકેશનનો આનંદ માણવા હરવા-ફરવા જઇ રહયા છે. ત્યારે બીજી તરફ આકરો તાપ અને લુ પરિણામે નાગરિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને બપોરના સમયે આકરા તાપમાં બહાર નિકળવું મુશ્કેલ બની ગયું છે. જામનગર સહિત રાજયભરમાં વધતાં તાપમાનથી બપોરના સમયે લોકો પરસેવે રેબઝેબ થઇ રહયા છે. તો બીજી તરફ આકરી ગરમીથી બચવા લીંબુ સરબત, આઇસ્ક્રીમ, ગોલા, શેરડીનો રસ સહિતની ઠંડી ખાણીપીણીની ચીજવસ્તુઓનો લોકો સહારો લેતા જોવા મળી રહયા છે. કાળઝાળ ગરમી અને તડકામાંથી બચવા લોકો રાત્રિના સમયે જ બહાર નિકળવાનું પસંદ કરી રહયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular