સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પ્રાયોજિત અને જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત અંડર-16 ક્રિકેટ ટૂર્નામેન્ટ ચાલી રહી છે. જેમાં આજરોજ જામનગરના ક્રિકેટ બંગલા ખાતે ત્રીજો મેચ યોજાયો હતો. જામનગર અને જૂનાગઢ રૂરલ વચ્ચે રમાયેલા ટૂર્નામેન્ટના ત્રીજા મેચમાં જામનગરની ટીમે ટોસ જીતી બેટિંગ લીધી હતી. આ તકે પૂર્વ સ્ટે. કમિટી ચેરમેન અને વોર્ડ નં. 3ના કોર્પોરેટર સુભાષભાઇ જોશી દ્વારા ટોસ ઉછાળી મેચનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ, ભરતસિંહ જાડેજા, અમ્પાયર શૈલેષ વાઘેલા અને જય ભટ્ટ ઉપસ્થિત રહ્યાં હતાં. મહાનુભાવો દ્વારા બન્ને ટીમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.


