બીસીસીઆઇ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા અંડર-19 ઇન્ટર ડિસ્ટ્રીકટ ક્રિકેટ ટુર્નામેન્ટ શરુ થઇ છે. જેમાં આજરોજ દિવ અને દ્વારકાની ટીમ વચ્ચે મેચ યોજાયો હતો. જેમાં દ્વારકાની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ લીધી હતી.
જામનગરના ક્રિકેટ બંગલા ખાતે અંડર-19 ઇન્ટર ડિસ્ટ્રીકટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ રહી છે. જે અંતર્ગત આજે ત્રીજા દિવસે દિવ અને દેવભૂમિ દ્વારકાની ટીમ વચ્ચે મેચ યોજાયો હતો. જેમાં દ્વારકાની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ લીધી હતી. દ્વારકા ડિસ્ટ્રીકટના મહિપાલસિંહ જેઠવાએ ટોસ ઉછાળી મેચનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસો.ના ભરતભાઇ મથ્થર ઉપસ્થિત રહ્યાં હતાં.