પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે જામનગર ખાતે સામુહિક યોગ અને સૂર્ય નમસ્કારના કાર્યક્રમો યોજાયા હતા. રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર આયોજિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જામનગરમાં સૌરાષ્ટ્ર ઝોનનો કાર્યક્રમ યોજાયો હતો,
જેમાં ખીજડા મંદિરના આચાર્ય કૃષ્ણમણી મહારાજ, ગંગાજળા વિદ્યાપીઠના ટ્રસ્ટી અને પ્રણામી સંપ્રદાયના સેવક ડૉ. દિલીપભાઈ આશર, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના પ્રમુખ કરશનભાઈ ડાંગર, એ. બી. વિરાણી સંસ્થાના ટ્રસ્ટી જાની , વહીવટી અધિકારી પાર્થભાઈ પંડયા, વી. એમ. મહેતા કન્યા વિદ્યાલયના પ્રિન્સીપાલ હિના બેન તન્ના, જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર પ્રભાબેન ગોરેચા વગેરેએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. મહેમાનોનું સન્માન ટ્રેનર્સ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન બાદ સૌરાષ્ટ્ર ઝોન કો ઓર્ડીનેટર પ્રીતીબેન શુક્લએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજરોજ 33 જિલ્લા માં 73 કાર્યક્રમમાં 73 લાખ લોકો એક સાથે યોગ શિબિરમાં જોડાઈને વડાપ્રધાન મોદીને જન્મદિવસની ભેટ આપી છે. આખું ગુજરાત યોગમય બને સ્વસ્થ બને ગામડે ગામડે યોગ વર્ગ શરૂ થાય નવા ટ્રેનર્સ બને. વગેરેની તમામ માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ૐ કાર, ધ્યાન, જોગિંગ, આસનો, સૂર્ય નમસ્કાર, ઢોલક, તાલી, ટીંબડી તાલ અને હાશ્યાસન અને રાષ્ટ્ર ગીત નગારા સાથે 2000 બહેનોએ લાભ લીધો હતો.