જામનગર અને દ્વારકા જીલ્લો વિશાળ સમુદ્ર કાંઠો અને જંગલ જેવો વીડી વિસ્તાર ધરાવે છે જેના પરિણામે 400 થી વધુ દેશ વિદેશના પક્ષીઓનું અંહી આવા-ગમન થતું રહે છે અને દર વરસે કેટલાક દુલેભ વિદેશી પક્ષીઓ પણ આ વિસ્તારમાં નોંધાતા રહે છે સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં દ્વારકા ના પ્રવાસે આવેલ શ્વેથા ભારાથી નામના મહિલા બડેર ને આ દુલેભ પક્ષી શિવરાજપુર બીચ નજીક જોવા મળેલ જે દ્વારકા જીલ્લાનો પ્રથમ રેકોર્ડ છે આ અગાઉ 2016 માં સુરત ના ન્યારા નજીક અને 2024 માં લડાખ ના એક ગામમાં જોવા મળી હોવાનું પક્ષી અંગેની નોંધ માં જોવા મળે છે નન દક્ષિણપૂર્વ યુરોપ અને ભૂમધ્ય સમુદ્રના પૂર્વ છેડે પ્રજનન કરતું અને પૂર્વી ઇરાક અને પશ્ચિમ ઇરાનમાં વસ્તી ધરાવે છે. મુખ્યત્વે ઉત્તરપૂર્વ આફ્રિકામાં શિયાળો ગાળે છે . જોકે તે ટૂંકા અંતરનું સ્થળાંતર કરે છે, અને ઉત્તર અને પશ્ચિમ યુરોપ સહિત અન્યત્ર વ્યાપકપણે જોવા મળે છે. તે શ્રાઇક જાતિનો સૌથી નાનો સભ્ય છે, લાંબી પૂંછડી, હૂકવાળી ચાંચ માથાનો ભાગ કાળો હોય છે અને કપાળ પર સફેદ અને ખભા અને પાંખો પર મોટા સફેદ ધબ્બા હોય છે . ગળા, ગરદનની બાજુઓ અને નીચેનો ભાગ સફેદ અને છાતી નારંગી હોય છે. આ પ્રજાતિના પક્ષીઓ ના અવાજ ટૂંકા અને જાળીદાર હોય છે, પરંતુ ગીતમાં મધુર વાર્બલર જેવા ઘટકો હોય છે. આ દુલેભ પક્ષી ભાગ્યેજ જ પશ્ચિમના દેશોમાં આવે છે. આવું દુલેભ પક્ષી શિવરાજપુર બીચ નજીક જોવા મળતાં દેશભરમાંથી અનેક પક્ષીવિદો અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરો તેને નિહાળવા અને ફોટોગ્રાફી માટે આવી રહ્યા છે.(તસવીર:-વિશ્વાસ ઠક્કર)


