મારવાડી યુનિવર્સિટી દ્વારા સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે તેમ મારવાડી કોલેજનના કુલપતિ સહિતના ફેકલ્ટીના પ્રોફેસરોએ જણાવ્યું હતું. ડો. જાડેજાએ જણાવ્યું હતું કે, મારવાડી યુનિવર્સિટી ક્યૂબ સેટેલાઇટ વિદ્યાર્થી દ્વારા ડિઝાઇન, ડેવલોપ, મેન્યુફેકચર અને ટેસ્ટ કરી તેને અવકાશમાં લોન્ચ અને મોનિટર કરશે.
આ કયૂબ સેટેલાઇટ ઇસરોની સહાયથી પીએસએલવી/એસએસએલવી રોકેટ દ્વારા પૃથ્વીની નિચલી ભ્રમણ કક્ષા (320-500 કિ.મી.)માં તરતો મૂકવામાં આવશે.
આ સેટેલાઇટ આબોહવા, પૃથ્વીનું અવલોકન, કોમ્યુનિકેશન અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (ઈંજ્ઞઝ), ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં ડેટા મોકલી સહાયરૂપ બનશે. ઇન્ડિયન ટેકનોલોજી કોંગ્રેસ એસોસીએશન (ઈંઝઈઅ) એ 75 સેટેલાઇટ્સનું નિર્માણ કરવાના ઉદ્દેશ્ય સાથે 75 સેટેલાઇટ મિશનની જાહેરાત કરી છે જેની અંતર્ગત મારવાડી યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી બનશે જે વિદ્યાર્થીઓને સ્પેસ સાયન્સ જેવા વિષયો માટે જરૂરી લેબોરેટરી એન્ડ ઈંઝઈઅની ટેકનોલોજી સહાય દ્વારા સેટેલાઇટ બનાવવો, ટેસ્ટ કરવો તથા લોન્ચ કરવા જેવા વિષયોનું પ્રાયોગિક જ્ઞાન આપશે. આ મિશન માટે નાની મોટી લેબ ઉપરાંત 2 સ્પેશ્યલાઇઝડ લેબનું નિર્માણ કરવામાં આવશે. જેમાં એક સેટેલાઇટ લેબ હશે અને એક ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન હશે. આ બંને દ્વારા દરેક વિદ્યાર્થી સેટેલાઇટ વિશેનું જ્ઞાન સરળતાથી મેળવી શકશે.
પ્રો. ડો. સંદીપ સંયેતી, પ્રોવોસ્ટ (વાઇસ-ચાન્સેલર) મારવાડી યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે, આજ સુધી સ્પેસને લગતી ટેકનોલોજી અને પ્રવૃત્તિઓ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ પૂરતી મર્યાદિત હતી તથા મોટાભાગે સરકાર દ્વારા જ તેના માટે નાણાકીય ભંડોળ પુરૂં પાડવામાં આવતું હતું. આજે, કોઇપણ નાગરિક જેવા કે શૈક્ષણિક સંસ્થાઓ તથા યુનિવર્સિટીના વિદ્યાર્થી ફેકલટીને પણ સ્પેસ ટેકનોલોજીમાં સંશોધન અને પ્રદાન કરવાની તક મળી છે. ભવિષ્યમાં આવા સ્પેસ મિશન પર્યાવરણની મુશ્કેલીઓ નિવારવા જેવા અગત્યના કામો તથા વિકાસને આગળ વધારવામાં વરદાન રૂપ સાબિત થશે. મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આવી સ્પેસ ટેકનોલોજીમાં શીખવાની તક ઉપલબ્ધ કરાવવાથી યુનિવર્સિટીમાં ખુબ ઊંડા ટેકનોલોજી કલચર અને મલ્ટી ડીસીપ્લિનરી જ્ઞાનના આદાન પ્રદાન કરતુ એક નવું જ અંતરીક્ષ ઉભું થશે.
ડો. એલ. વી. મુરલીકૃષ્ણ રેડ્ડી, પ્રમુખ, આઇટીસીએ અને ડો. કે. ગોપાલકૃષ્ણન, સેક્રેટરી, આઇટીસીએ, એ આ મિશન માટે મારવાડી યુનિવર્સિટી સાથે એક એમઓયુ પર આજે હસ્તાક્ષર કરાયા છે અને તેના સંપૂર્ણ રીતે અમલીકરણ કરવાની સમજૂતી સધાઇ હતી. પ્રયોગશાળાઓ, સાધનો અને ઉદ્યોગ, વાતાવરણ ઉત્તમ શિક્ષણ માટે આવશ્યક છે. મારવાડી યુનિવર્સિટી જરૂરીયાતો અનુસાર અદ્યતન પ્રયોગ શાળાઓ વિકસાવવાનું મહત્વ સમજે છે. અને આ મિશનને યોગ્ય ઠરાવવા, શ્રેષ્ઠ સુવિધાઓથી સજ્જ લેબોરેટરી વિકસાવાશે. મારવાડી યુનિવર્સિટીની ઓગ્મેન્ટેડ રિયાલીટી લેબ અને વર્યુઅલ લેબ એક ઉદાહરણ છે કે જેની મદદથી વિદ્યાર્થીઓ મેટાવર્સ જેવી આધુનિક અને મુશ્કેલ ટેકનોલોજી સાથે પરિચિત થાય છે. ટેકનોલોજી-આધારીત જ્ઞાન તે આજના સમયની માંગ છે અને મારવાડી યુનિવર્સિટી આજની શૈક્ષણીક સંસ્થાઓ માટે એક ઉત્તમ દાખલો છે. પત્રકાર પરિષદમાં પ્રો. સંદીપ સંચેતી, પ્રો. આર.બી.જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.