Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયમારુતિ સુઝુકીએ પાછી બોલાવી 1.81 લાખ કાર : 5 મોડેલની કારમાં સંભવિત...

મારુતિ સુઝુકીએ પાછી બોલાવી 1.81 લાખ કાર : 5 મોડેલની કારમાં સંભવિત ખરાબીની તપાસ માટે રિકોલ

- Advertisement -

કાર કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ 1.81 લાખ કારને પાછી બોલાવી છે એટલેકે રિકોલ આપ્યો છે. કંપની દ્વારા તેના 5 મોડેલ્સના પેટ્રોલ એન્જીન વેરીએન્ટમાં એક સંભવિત ખરાબીની તપાસ કરવા માટે આ રિકોલ ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે.

- Advertisement -

મારુતિ સુઝુકી નું કહેવું છે કે Ciaz, Vitara Brezza, S-Cross, Ertiga અને XL6 મોડેલ્સના પેટ્રોલ એન્જીનમાં ખરાબી હોવાની સંભાવના હોવાની સંભાવના છે. તેનાથી કારની સુરક્ષાને લઈને ખતરો હોય શકે છે, તેથી કંપની આ મોડલ્સની 1.81 લાખ કારની તપાસ કરશે અને જો એમાં કોઈ ખરાબી સામે આવશે તો તેને દુર કરશે.

કંપનીના જણાવ્યા પ્રમાણે 4 મે 2018 થી 27 ઓક્ટોબર 2020 ની વચ્ચે ઉત્પાદિત આ મોડેલોના 181,754 એકમોમાં સંભવિત ખામીનું નિરીક્ષણ કરવાનું છે. ફક્ત પેટ્રોલ એન્જીન વેરીએન્ટમાંજ ખરાબી હોવાની આશંકા છે. આ કાર ને રિકોલ કર્યા બાદ તેની ‘મોટર જનરેટર યુનિટ’ની તપાસ કરવામાં આવશે. જો તેમાં કોઈપણ જાતની ખરાબી હશે તો કંપની કોઈપણ ખર્ચ વિના ફ્રીમાં તેને બદલી આપવામાં આવશે.  

- Advertisement -

મારુતિ સુઝુકીના જણાવ્યા પ્રમાણે આ ગાડીઓને પાછી બોલાવવાની પ્રક્રિયા નવેમ્બરના પહેલા અઠવાડિયાથી શરુ થશે. ત્યાં સુધી કંપનીએ આ ગાડીઓને જલભરાવ વાળા વિસ્તારમાં ડ્રાઈવ કરવાની તેમજ ગાડીના ઇલેક્ટ્રિકલ તથા ઇલેક્ટ્રોનિક પાર્ટ્સ પર સીધા પાણીનો સ્પ્રે કરવાની મનાઈ કરી છે.

ગ્રાહકો કંપનીની આધિકારિક વેબસાઈટ પર જઈને જાણી શકશે કે તેમની કાર આ રિકોલ પ્રોસેસનો ભાગ છે કે નહિ. તેના માટે ગાડીનું મોડેલ અને ચેસીસ નંબર ની જરૂર પડશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular