જામનગર તાલુકના હાપામાં રહેતી પરિણીત યુવતી તેણીના એક વર્ષના પુત્ર સાથે ઘરેથી ચાલી જતા યુવતી અને બાળકની શોધખોળ પોલીસે આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકના હાપા ગામમાં રહેતી ભારતીબેન હિતેશભાઈ ડાભી નામની પરિણીત યુવતી તેણીના એક વર્ષના પુત્ર ધ્રુમિલ નામના બાળકને સાથે લઇ ઘરેથી ચાલી ગઇ હતી અને ત્યરબાદ યુવતી તથા તેના પુત્રની પતિ સહિતના પરિવારજનો દ્વારા કયાંય પતો લાગ્યો ન હતો. જેથી આ અંગે પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટાફે યુવતી અને તેણીના એક વર્ષના પુત્રની શોધખોળ આરંભી હતી.


