Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં શ્વાસ ચડતા પરીણિત યુવતીનું મોત

જામનગર શહેરમાં શ્વાસ ચડતા પરીણિત યુવતીનું મોત

પાંચ વર્ષથી ડાયાબીટીસ અને એક માસથી થાઇરોઇડની બિમારી: હોસ્પિટલમાં સારવાર કારગત ન નીવડી: નિકાવામાં હ્રદયરોગના હુમલાથી મહિલાનું મૃત્યુ

- Advertisement -

જામનગર શહેરમાં ખોજાના નાકે ટીટોડીવાડી વિસ્તારમાં રહેતી યુવતીને ડાયાબીટીસ અને થાઇરોઇડની બિમારી સબબ તબિયત લથડતા અહીંની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા મહિલા તેણીના ઘરે પડી જતા સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર શહેરના ખોજા નાકા પાસે આવેલા ટીટોડી વાડી વિસ્તારમાં રહેતી ખુશ્બુ કાસીમ દરજાદા (ઉ.વ.19) નામની પરીણિત યુવતીને છેલ્લા પાંચ વર્ષથી ડાયાબીટીસની અને એક માસથી થાઇરોઇડની બિમારી થઇ હતી. બિમારીના કારણે યુવતીને શ્ર્વાસ ચડતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું રવિવારે સાંજે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પતિ દ્વારા જાણ કરાતા પીએસઆઇ એમ.એન. રાઠોડ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજા બનાવમાં કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા અને ઘરકામ કરતા સવિતાબેન પ્રેમજીભાઇ પુંધેરા (ઉ.વ.48) નામના મહિલાને રવિવારે રાત્રિના સમયે તેના ઘરે એકા-એક હ્રદયરોગનો હુમલો આવતા પડી જતાં સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પતિ પ્રેમજીભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. જી.આઇ.જેઠવા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular