ઉનાળાના આગમન સાથે ગૃહિણીઓ વર્ષભરના મસાલા, અથાણા તેમજ વેફર સહિતની ચીજવસ્તુઓ બનાવવામાં વ્યસ્ત બની જાય છે. બારે મહિના ચાલે તેટલા અથાણા તેમજ વેફર સહિતની ચીજવસ્તુઓ બનવા લાગી છે. ખાસ કરીને ગુજરાતીઓને ભોજનમાં અથાણા મહત્વનો ભાગ બની જાય છે. ઉનાળાના પ્રારંભ સાથે જ શહેરની બજારોમાં જાત જાતના મસલાની મનમોહક સુગંધ તેમજ અથાણા બનાવવા માટેની વિવિધ ચીજવસ્તુઓથી મહેકવા લાગે છે. હાલમાં અથાણાની સિઝન આવતા જ બજારમાં કાચી કેરી, ગુંદા, ગરમર, લાલ મરચા, આમળા, કૈઇળા સહિતની વસ્તુઓનું આગમન થઇ ચૂકયું છે. ભોજનમાં ગુજરાતીઓ માટે અવિભાજ્ય અંગ ગણાતુ અથાણુ બનાવવામાં ગૃહિણીઓ વ્યસ્ત થઇ છે. બજારમાં તૈયાર અથાણાઓ પણ મળે છે. પરંતુ વિવિધ વસ્તુઓ લઇ ઘરે બનાવેલા અથાણા લોકોની પહેલી પસંદ હોય, જામનગરમાં અથાણા માટેની વિવિધ ચીજવસ્તુઓનું આગમન થઇ ચૂકયું છે. ખાટા અથાણા, છુંદો સહિતની ચીજવસ્તુઓ બનાવામાં આવી રહી છે.