Saturday, December 27, 2025
Homeરાજ્યજામનગરનશામુકિત તથા ફિટ ઇન્ડિયા સંકલ્પ સાથે જામનગરમાં મેરેથોન દોડ યોજાઇ - VIDEO

નશામુકિત તથા ફિટ ઇન્ડિયા સંકલ્પ સાથે જામનગરમાં મેરેથોન દોડ યોજાઇ – VIDEO

જામનગર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા કરાયું આયોજન : સાંસદ, ધારાસભ્યો, મેયર, શહેર ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે સેવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ભાજપા યુવા મોરચા દ્વારા નશામુકિત તથા ફિટ ઇન્ડિયાના સંકલ્પ સાથે જામનગરમાં મેરેથોન યોજાઇ હતી. જેમાં હાલારના સાંસદ, ધારાસભ્યો, મેયર, શહેર ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી મેરેથોનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું.

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 75 વર્ષ પુર્ણ થવા નિમિતે સમગ્ર ભારતમાં 75 મેરેથોન દોડનું આયોજન કરાયું હતું. જે પૈકી જામનગરમાં પણ જામનગર ભાજપા યુવા મોરચા દ્વારા મેરેથોન દોડ યોજાઇ હતી. નશા મુકિત તથા ફીટ ઇન્ડિયાના મુખ્ય ઉદેશ સાથે યોજાયેલ મેરેથોન દોડનો જામનગરના લાલબંગલાથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. લાલબંગલા ખાતેથી શરૂ થયેલી આ મેરેથોન દોડ ગુરૂદ્વાર ચોકડી, દાંડી હનુમાન, વાલ્કેશ્વરી, શરૂસેકશન રોડ, સાત રસ્તા, લાલબંગલા ખાતે પુર્ણ થઇ હતી.

- Advertisement -

આ તકે સાંસદ પુનમબેન માડમ, કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, જામનગર ઉત્તર વિધાન સભાના ધારાસભ્ય રીવાબા જાડેજા, જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, મેયર વિનોદભાઇ ખીમસુર્યા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ દિલીપસિંહ જાડેજા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.કમીટી ચેરમેન નિલેશભાઇ કગથરા, શાસકપક્ષના નેતા આશિષભાઇ જોશી, દંડક કેતનભાઇ નાખવા, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, કોર્પોરેટરો ગોપાલભાઇ સોરઠીયા, અરવિંદભાઇ સભાયા, પાર્થભાઇ જેઠવા, સુભાષભાઇ જોશી, કેશુભાઇ માડમ, જયેન્દ્રસિંહ ઝાલા, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી આ મેરેથોન દોડને પ્રસ્થાન કરાવી હતી. શહેરીજનો મોટી સંખ્યામાં મેરેથોન દોડમાં જોડાયા હતાં. સાંસદ સહિતના મહાનુભાવો પણ શહેરીજનો સાથે આ મેરેથોન દોડમાં જોડાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular