જામનગર શહેરમાં જોગસપાર્ક વિસ્તારમાંથી બાઈક ચોરીના બનાવમાં એલસીબીની ટીમે તસ્કરને ચોરાઉ બાઈક સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના જોગસ પાર્ક પાસે જયેશભાઈ કાનજીભાઇ પરમાર નામના યુવાને પાર્ક કરેલું તેનું રૂા.30 હજારની કિંમતનું જીજે-10-સીએસ-5886 નંબરનું એકસેસ બાઈક પાર્ક કર્યુ હતું. આ બાઈક ગત તા.14 ના રોજ સાંજના સમયે ચોરી થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ બાઈકચોરીમાં એલસીબીના સંજયસિંહ વાળા, હિતેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજાને સંયુકત મળેલી બાતમીના આધારે ઈન્ચાર્જ પોલીસવડા નિતેશ પાંડેય ની સૂચનાથી એલસીબી પીઆઈ એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.કે. ગોહિલ, આર.બી. ગોજિયા તથા બી.એમ. દેવમુરારી તથા સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્ર્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, ખીમભાઈ ભોચિયા, ફિરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, કિશોરભાઈ પરમાર, લખમણભાઈ ભાટીયા, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા દયારામ ત્રિવેદી સહિતના સ્ટાફે ડીકેવી સર્કલ પાસેથી વિશાલ રાજુ કોળી નામના શખ્સને આંતરી લીધો હતો.
તેમજ તેની પાસેથી પોલીસે જીજે-10-સીએસ-9886 નંબરનું ચોરાઉ બાઇક કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં વિશાલે આ બાઈક જોગસ પાર્ક પાસેથી ચોરી કર્યાની કેફિયત આપી હતી. જેના આધારે એલસીબીની ટીમે બાઈક ચોરની ધરપકડ કરી બાઈક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.