Thursday, September 19, 2024
Homeરાજ્યહાલારલાલપુરના સેવકધુણિયામાંથી દારૂની બોટલો સાથે શખ્સ ઝડપાયો

લાલપુરના સેવકધુણિયામાંથી દારૂની બોટલો સાથે શખ્સ ઝડપાયો

લાલપુર પોલીસે છ બોટલ દારૂ કબ્જે કર્યો : બેડ પાસેથી બે બોટલ સાથે શખ્સ ઝબ્બે : જામનગરના સપ્લાયરનું નામ ખુલ્યુ

- Advertisement -

લાલપુર તાલુકાના સેવકધુણિયા ગામમાં રહેતા શખ્સના મકાનમાંથી સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન ઈંગ્લીશ દારૂની છ બોટલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર તાલુકાના બેડ ગામના પાટીયા પાસેથી પસાર થતા શખ્સને દારૂની બે બોટલ સાથે ઝડપી લીધો હતો. સીક્કા ગામમાં પંચવટી સોસાયટી પાસેથી દારૂની બોટલ સાથે બે શખ્સોને પોલીસે દબોચી લીધા હતાં.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, લાલપુર તાલુકાના સેવકધુણિયા ગામ પાસે આવેલા વાડામાં આવેલી ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે લાલપુર પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા તેમાંથી રૂા.3000 ની કિંમતની છ નંગ દારૂની બોટલ મળી આવતા પોલીસે કનકસિંહ ઉર્ફે કાનો ગજુભા જાડેજા નામના શખ્સની ધરપકડ કરી હતી. બીજો દરોડો, જામનગર તાલુકાના બેડ ગામના પાટીયા પાસેથી સીક્કા પોલીસે હિતેશ વિઠ્ઠલ ધારવીયા નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.1000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની બે બોટલો મળી આવતા પોલીસે હિતેશની પુછપરછ હાથ ધરતા આ દારૂની બોટલો જામનગરના વીકી પાસેથી ખરીદ્યાની કેફિયત આપતા સિક્કા પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

ત્રીજો દરોડો જામનગર તાલુકાના સીક્કા ગામમાં પંચવટી સોસાયટીમાં સરકારી હોસ્પિટલ પાસેથી સીક્કા પોલીસે લખન ઉર્ફે લખો નારણ સિંધવ, ક્રિપાલસિંહ ઉર્ફે રાજા બનેસિંહ કંચવા નામના બે શખ્સોને લખનના ઘર પાસેથી દબોચી લઇ તલાસી લેતા તેની પાસેથી રૂા.500 ની કિંમતની દારૂની બોટલ મળી આવતા પોલીસે બંનેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular