જામનગરના વિશ્રામ વાડી વિસ્તારમાંથી પસાર થતાં શખ્સને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રૂા. 2500ની કિંમતની પાંચ દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો. જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં રહેતાં શખ્સના મકાનમાંથી 120 લીટર દેશી દારૂ અને એક કાર સહિતના મુદામાલ કબ્જે કરી શખ્સની શોધખોળ આરંભી હતી.
દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના 54-દિગ્વિજય પ્લોટમાં આવેલા વિશ્રામ વાડી વિસ્તારમાંથી પસાર થતાં નિલેશ મહેન્દ્ર ભદ્રા નામના શખ્સને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાશી લેતા તેની પાસેથી રૂા. 2500ની કિંમતની ઇંગ્લીશ દારૂની પાંચ બોટલ મળી આવતા પોલીસે નિલેશની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં આંબાવાડી વિસ્તારમાં રહેતાં શકિતસિંહ કિરીટસિંહ જાડેજાના ઘરમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે મેઘપર પોલીસે રેઇડ દરમ્યાન તલાશી લેતાં મકાનમાંથી રૂા. 24 હજારની કિંમતનો 120 લીટર દેશી દારૂ મળી આવતાં પોલીસે દારૂનો જથ્થો અને રૂપિયા એક લાખની કિંમતની જીજે10-ડીઇ-5038 નંબરની અલ્ટો કાર મળી કુલ રૂા. 1,24,000નો મુદામાલ કબ્જે કરી શખ્સની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં.


