જામજોધપુરના જીણાવારી ગામેથી પોલીસે શખ્સના મકાનમાંથી બે નંગ દારૂની બોટલ તથા બે નંગ દારૂના ચપટા સાથે એક શખ્સને ઝડપી લઈ કુલ રૂા.1200 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના જીણાવારી ગામે રહેતાં રમેશભાઇ કરશનભાઇ સોલંકીના મકાનમાં દારૂની બોટલ હોવાની બાતમીના આધારે જામજોધપુર પોલીસે રેઈડ દરમિયાન રૂા. 1000 ની કિંમતની બે નંગ ઈંગ્લીશ દારૂની બોટલ તથા રૂા.200 ની કિંમતના બે નંગ ઈંગ્લીશ દારૂના ચપટા સહિત કુલ રૂા.1200 ના મુદ્દામાલ સાથે રમેશ કરશન સોલંકી નામના શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.