Saturday, December 21, 2024
Homeરાજ્યહાલારલાલપુર તાલુકાના ખેંગારપર પાસેથી દારૂના વિશાળ જથ્થા સાથે સખ્શ ઝડપાયો

લાલપુર તાલુકાના ખેંગારપર પાસેથી દારૂના વિશાળ જથ્થા સાથે સખ્શ ઝડપાયો

8388 બોટલ દારૂ, વાહન અને મોબાઇલ સહિત કુલ રૂા.43,60,700નો મુદ્દામાલ કબ્જે : એલસીબી દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના ખેંગારપર ગામમાંથી વાહનમાં દારૂના જથ્થા સાથે શખ્સ પસાર થવાની બાતમીના આધારે એલસીબીની ટીમે 8388 બોટલ દારૂ સાથે એક શખ્સને રૂા. 43,60,700ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના ખેંગારપર ગામમાંથી વાહનમાં દારૂના જથ્થા સાથે શખ્સ પસાર થવાની એલસીબીના ધાનાભાઈ મોરી, રઘુવીરસિંહ પરમાર અને વનરાજભાઈ મકવાણાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રન તથા મદદનીશ પોલીસ અધિક્ષક  નિતેશ પાંડે ની સૂચના તથા એલ.સી.બી. ના પો.ઇન્સ. એસ.એસ.નિનામાના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.  આર.બી.ગોજીયા,  કે.કે.ગોહીલ,  બી.એમ.દેવમુરારી, તથા એલ.સી.બી.ના માંડણભાઇ વસરા, ફીરોજભાઇ દલ, ધાનાભાઇ મોરી, વનરાજભાઇ મકવાણા, રઘુવિરસિંહ પરમાર, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, યશપાલસિંહ જાડેજા, નાનજીભાઇ પટેલ, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, અશ્વિનભાઇ ગંધા, હરપાલસિંહ સોઢા,હીરેનભાઇ વરણવા, યોગરાજસિંહ રાણા, ખીમભાઇ ભોચીયા, અશોકભાઇ સોલંકી, હિતુભા ઝાલા, સુરેશભાઇ માલકીયા, એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે બાતમી મુજબની જીજે-08-એયુ-3328 નંબરના વાહનને આંતરી એલસીબીની ટીમે  તલાસી લેતા તેમાંથી રૂા.33,55,200 ની કિંમતની 8388 બોટલ દારૂ તથા  મોબાઇલ ફોન અને ટાટા વાહન સહિત કુલ રૂા.43,60,700 ની કીમતના મુદ્દામાલ સાથે  યુસુફભાઈ ગનીભાઈ આંબલીયા પિંજારા નામના શખ્સને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો  આરોપી  વસીમ યુસુફભાઈ બ્લોચ ( રહે. કિશાનચોક, જામનગર) એ મંગાવેલ હોય એલ.સી.બી. એકાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular