Saturday, September 14, 2024
Homeરાજ્યહાલારગાંજા સાથે ઝડપાયેલો શખ્સ એક દિવસના રિમાન્ડ પર

ગાંજા સાથે ઝડપાયેલો શખ્સ એક દિવસના રિમાન્ડ પર

એસઓજીએ આઠ કિલો ગાંજા સાથે ઝડપી દબોચ્યો : અન્ય ત્રણ શખ્સોની સંડોવણી ખુલ્લી

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. વિભાગના ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા સોમવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ હરદીપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે જામનગર તરફથી સલાયા આવી રહેલા અને એસ્સાર કંપનીની સિક્યુરિટીમાં નોકરી કરતા અક્રમ રજાક સંઘાર નામના 26 વર્ષના મુસ્લિમ શખ્સને પોલીસે રોયલ ઇનફિલ્ડ મોટર સાયકલ પર નીકળતા અટકાવી, ચેકિંગ કરતા તેની પાસે રહેલા એક થેલામાંથી આશરે 8 કિલોગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

- Advertisement -

આથી પોલીસે રૂપિયા 79,460 ની કિંમતનો ગાંજો, રૂપિયા 1.20 લાખની કિંમતનું હન્ટર મોટરસાયકલ તેમજ રૂપિયા 2,000 ની કિંમતનો એક નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 2,10,610 ના મુદ્દામાલ સાથે આરોપી અક્રમ રજાક ઈશા સંઘારની અટકાયત કરી, તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

આ શખ્સની પૂછપરછમાં સલાયાના એજાજ રજાક સંઘાર, રિઝવાન રજાક સંઘાર અને ખંભાળિયાના બંગલા વાળી વિસ્તારના મૂળ રહીશ જીલ ઉર્ફે જીલિયો કેતનભાઈ વાઘેલા નામના અન્ય ત્રણ શખ્સો પણ તેની સાથે સંડોવાયેલા હોવાનું ખુલવા પામ્યું હતું.

- Advertisement -

રીઢો ગુનેગાર એવો ઝડપાયેલો આરોપી અક્રમ સંઘાર અગાઉ ઘરફોડ ચોરી, લૂંટ, મારામારી અને રાયોટીંગ જેવા ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે.

ઝડપાયેલા આ શખ્સને સલાયા મરીન પોલીસે ગઈકાલે મંગળવારે સાંજે અહીંની અદાલતમાં રજૂ કરી, વિવિધ મુદ્દે બે દિવસના રિમાન્ડની માંગણી કરતા નામદાર અદાલતે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ સમગ્ર કાર્યવાહી અહીંના સી.પી.આઈ. યુ.કે. મકવા, ઇન્ચાર્જ પી.આઈ. પ્રશાંત સિંગરખીયા, એ.એસ.આઈ. રાજભા જાડેજા, હરદેવસિંહ જાડેજા, રણમલભાઈ પરમાર, કિશોરસિંહ જાડેજા, હરદીપસિંહ જાડેજા, પબુભાઈ ગઢવી વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular