Friday, June 13, 2025
Homeરાજ્યહાલારમીઠાપુર પાસે ટ્રકે હડફેટે લેતા વૃધ્ધાનું મોત

મીઠાપુર પાસે ટ્રકે હડફેટે લેતા વૃધ્ધાનું મોત

ચાલીને જઈ રહેલા વૃધ્ધાને ટ્રકે ઠોકરે ચડાવ્યા: ગંભીર ઈજા પહોંચતા મૃત્યુ

ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારમાં રહેતા ચંદુભાઈ વિક્રાયામલ નારવાણી નામના 54 વર્ષના સિંધી લોહાણા આધેડના વૃદ્ધ માતા મીરાબેન વિક્રાયામલ નારવાણી ગઈકાલે મંગળવારે બપોરના સમયે સુરજકરાડી હાઈવે રોડ પર આવેલી બેંક પાસેથી ચાલીને જઈ રહ્યા હતા ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા જી.જે. 37 ટી 9145 નંબરના ચાલકે મીરાબેનને અડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -

અકસ્માત સર્જી, આરોપી ટ્રક ચાલક પોતાનો ટ્રક મૂકીને નાસી છૂટ્યો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ બનાવ અંગે મીઠાપુર પોલીસે ચંદુભાઈ નારવાણીની ફરિયાદ પરથી ટ્રકના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304 (એ) તથા એમ.વી. એક્ટરની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular