જામનગર તાલુકાના જાંબુડા ગામમાં રહેતો અને રીક્ષા ચલાવતા વૃધ્ધે ભાડાના પૈસાની માંગણી કરતા શખ્સે ઉશ્કેરાઈને સિમેન્ટનો બ્લોક ફટકારી પથ્થર અને લાત વડે ઢીકપાટુનો માર માર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના જાંબુડા ગામમાં હરીજનવાસમાં રહેતાં મેઘજીભાઈ લખમણભાઈ હિરાણી (ઉ.વ.70) નામના વૃદ્ધે ગુરૂવારે સવારના સમયે તેની રીક્ષાના ભાડાની ધનજી મરાઠી પાસે માંગણી કરતા ઉશ્કેરાયેલા ધનજીએ વૃદ્ધના પગમાં સિમેન્ટનો બ્લોક ફટકારી ઈજા પહોંચાડી હતી. જેથી નીચે પડી ગયેલા વૃધ્ધ ઉપર પથ્થર અને લાત વડે ઢીકાપાટુનો માર મારી વધુ ઇજા પહોંચાડી હતી. રીક્ષાભાડાના પૈસા ન આપી હુમલો કરી શખ્સ નાશી ગયો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત વૃદ્ધને સરવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઈ ડી જે જોશી તથા સ્ટફે વૃધ્ધના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ આારંભી હતી.


