જામનગર શહેરના ડીફેન્સ કોલોની, બાલાજી પાર્ક 3માં રહેતા શખ્સના રહેણાંક મકાનમાંથી સિટી સી ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન રૂા. 12 હજારની કિંમતની 24 બોટલ દારૂ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી આરંભી હતી.
દરોડાની વિગત મુજબ જામનગર શહેરના ડીફેન્સ કોલોની, બાલાજી પાર્ક 3માં પ્લોટ નંબર 107માં રહેતાં રમેશ ભીમજી પારિયા નામના શખ્સના મકાનમાં ઇંગ્લીશ દારૂની બોટલો હોવાની બાતમીના આધારે સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન રમેશના મકાનમાંથી તલાશી લેતાં રૂા. 12 હજારની કિંમતની ઇંગ્લીશ દારૂની 24 બોટલ મળી આવતા પોલીસે રમેશની પૂછપરછ હાથ ધરતાં દારૂનો આ જથ્થો જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા નટુભા પરમાર દ્વારા સપ્લાય કરાયાની કેફિયતના આધારે પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


