Friday, December 27, 2024
Homeરાષ્ટ્રીયજજની નિષ્પક્ષતા સામે શંકા કરવા બદલ મમતાને પાંચ લાખનો દંડ

જજની નિષ્પક્ષતા સામે શંકા કરવા બદલ મમતાને પાંચ લાખનો દંડ

- Advertisement -

કલકત્તા હાઇકોર્ટે મમતા બેનર્જીને આાંચકો આપતા તેમના પર પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. નંદીગ્રામ કેસની સુનાવણી કરતી વખતી વખતે ન્યાયમૂર્તિ કૌશિંક ચંદાએ પોતાના પર લાગેલા આરોપોને નિરાધાર ગણાવીને મમતા બેનર્જીને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેઓ આ કેસની સુનાવણીમાંથી ખસી ગયા છે.આ નાણાનો ઉપયોગ કોરોના પીડિત પરિવારોની મદદ માટે કરવામાં આવશે. ન્યાયમૂર્તિ ચંદાએ જણાવ્યું હતું કે જ્યારે કોઇ વ્યકિત કોઇ રાજકીય પક્ષ માટે હાજર થાય છે તો તે અસામાન્ય છે પણ પરંતુ કેસની સુનાવણી કરતી વખતે તે પોતાના પૂર્વગ્રહનો ત્યાગ કરે છે. તેથી એ સૂચન કરવુ અયોગ્ય છે કે રાજકીય પક્ષ સાથે સંબધ ધરાવતા જજ પક્ષપાત કરી શકે છે. મમતા બેનર્જીએ નંદીગ્રામ બેઠક પરથી સુવેન્દુ અધિકારીના વિજયને કલકત્તા હાઇકોર્ટમાં પડકાર્યો હતો. આ અગાઉ મમતા બેનર્જીએ કલકત્તા હાઇકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયમૂર્તિ રાજેશ બિંદલને એક પત્ર લખી જણાવ્યું હતું કે પક્ષપાતથી બચવા માટે આ કેસની સુનાવણી અન્ય ખંડપીઠને સોંપવામાં આવે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular