જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલ આરાધનાધામ સંકુલમાં બિરાજતા મુળનાયક મહાવીરસ્વામી ભગવાનનું દેરાસર તથા ઉપાશ્રયમાં બિરાજમાન જૈનોના પ.પૂ. આચાર્યદેવ મનમોહનસુરિજી મ.સા તથા પ.પૂ. આચાર્યદેવ હેમપ્રભસુરિજી મ.સા.ની નિશ્રામાં પ.પૂ. આચાર્યદેવ ભવ્યદર્શનસુરિજી મ.સા.ના શિષ્યારત્ન પ.પૂ. મુનિરાજ શ્રમણરત્ન મ.સા. ગઇકાલે શુક્રવારે તા. 28ના રાત્રે 11:11 કલાકે કાળધર્મ પામ્યા છે. તેમની પાલખીયાત્રા બપોરે 3 કલાકે યોજાયેલ હતી. જેમાં જૈનોના તમામ સંઘોએ શ્રમણરત્ન મ.સા.ના દર્શન તથા પાલખીયાત્રાનો લાભ લીધો હતો.