Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરVideo : હર્ષિદા ગરબા મંડળ દ્વારા 30,000 બાળાઓને મહાપ્રસાદ

Video : હર્ષિદા ગરબા મંડળ દ્વારા 30,000 બાળાઓને મહાપ્રસાદ

ધારાસભ્ય હકુભા તેમજ સંતો-મહંતો ઉપસ્થિત રહ્યાં

- Advertisement -

માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હર્ષિદા ગરબા મંડળ દ્વારા ગઇકાલે જામનગર શહેરની ગરબીની બાળાઓના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જેમાં 30,000થી વધુ બાળાઓએ મહપ્રસાદનો લાભ લીધો હતો. આ તકે શહેરની બાળાઓ ગરબી મંડળના સંચાલકો, અગ્રણીઓ, સેવાભાવી કાર્યકરો તથા ધર્મપ્રેમીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહાપ્રસાદનો લાભ લીધો હતો.

- Advertisement -

જામનગરના હર્ષિદા માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હર્ષિદા ગરબા મંડળ દ્વારા તા. 15-10-1975માં માત્ર અગિયાર કાર્યકરો સ્વ. ગુલાબભાઇ ચૌહાણ, સ્વ. શશીકાંતભાઇ ચાવડા, સ્વ. નલીનભાઇ છત્રાળા, સ્વ. બાબાભાઇ લીલાપરા, સ્વ. હનુમાન નાથજીબાપુ, સ્વ. મહેશભાઇ શાહ, સ્વ. હરીભાઇ કુંવરીયા, સ્વ. શીવગરભાઇ ગોસ્વામી, સ્વ. કિશોરભાઇ ટાંક, રાજુભાઇ જોશી, ધીરુભાઇ ગોંડલીયાએ સાથે મળી હર્ષિદા ગરબા મંડળની સ્થાપના કરી. માત્ર ગરબી મંડળની અગિયાર કુમારીકાઓને પ્રથમ વર્ષ પ્રસાદ જમાડી, શુભ શરુઆત કરાવી, પરંપરાની જાળવણી કરતાં આ વર્ષે 47માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી તા. 16ના રોજ વિશા શ્રીમાળી સોની સમાજની વાડી, ખંભાળિયા નાકા બહાર, દ્વારકાપુરી રોડ પર મંડળ દ્વારા આશરે 30,000 બાળાઓને મહાપ્રસાદ જમાડવાનો સંકલ્પ કર્યો હતો. તેમાં શહેરના બાળકો તેમજ ગરબી મંડળના સંચાલકો, સેવાભાવિ કાર્યકરો તથા ધર્મપ્રેમી જનતાને મહાપ્રસાદ જમાડવામાં આવ્યો હતો. ગઇકાલે સવારે કટારીયાવાડા વાછરાડાડાની ધ્વજા ફરકાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

આ તકે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલ સહિતના અગ્રણીઓ તેમજ સાધુ-સંતો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. જુનાગઢ ભવનાથ તળેટી પંચદશનામ જુના અખાડાના થાનાપતિ મહંત બુધ્ધગીરીબાપુના હસ્તે મહાપ્રસાદ પીરસીને બાળાઓને મહાપ્રસાદની શરુઆત કરાઇ હતી. કાર્યક્રમને સફળ બનાવવા મંડળના સંચાલક રાજુભાઇ જોશી, નટવરસિંહ પઢીયાર, ભરત ચૌહાણ, સંદીપ મકવાણા, મુકેશ ચૌહાણ, સમીર વાસુ, મનોજ ચાવડા, ચંદુ પરમાર, પરેશ ચુડાસમા, કેતન ગોરાતેલા, આશિષ જોશી, ભગવાનજી પરમાર, મોહન કછેટીયા, તુષાર દુબલ, જયદીપ ચાવડા, ધર્મેન્દ્ર મેર, જીતેન્દ્ર મકવાણા, કપીલ ચાવડા, મયૂર પરમાર, દિવ્યેશ મકવાણા, મેહુલ મકવાણા, રમેશ ગોહીલ, અનિરુધ્ધભાઇ મકવાણા, સાગર ચૌહાણ, ચેતન પરમાર, નિલેશ ભટ્ટી, દેવદત પરમાર, સોમા સાગઠીયા, નરેશ અજા, સંજય ગોહિલ, ધર્મેશ સુખડીયા તેમજ મંડળના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular