જામજોધપુર શહેરની 17 જેટલી તમામ ગરબી મંડળની બાળાઓ માટે જામ-જોધપુર તાલુકા ભાજપ આગેવાન માર્કેટેગર્યાર્ડના સદસ્ય જયસુખભાઈ વડાલીયા તેમજ મનીષભાઈ ત્રાંબડીયા પારિવાર દ્વારા પટેલ સેવા સમાજ મુકામે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યકમમાં માતાજીની આરતીનો મહાકાર્યકમ પણ યોજવામાં આવ્યો હતો.
ત્યારબાદ કાર્યકમમાં ઉપસ્થિત રાજ્યના પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરીયા અને વેપારી અગ્રણી તેમજ નગરપાલિકા ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ કડીવાર તથા નગરપાલિકા પાણી પુરવઠા સમિતી ચેરમેન તારાબેન વડાલીયાના હસ્તે તમામ ગરબી મંડળની બાળાઓને એક-એક પર્સ લાણીરૂપે ભેટ આપી હતી. આ કાર્યકમમાં નગરપાલિકા માકેટિંગ પાર્ડના સદસ્યો શહેરના વેપારીઓ તથા સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.