Wednesday, December 25, 2024
Homeસ્પોર્ટ્સમુંબઇને હરાવી મધ્યપ્રદેશ પહેલી વખત બન્યું રણજી ચેમ્પિયન

મુંબઇને હરાવી મધ્યપ્રદેશ પહેલી વખત બન્યું રણજી ચેમ્પિયન

- Advertisement -

રણજી ટ્રોફી ફાઈનલમાં મધ્યપ્રદેશે મુંબઈને હરાવીને પહેલી વખત રણજી ટ્રોફી પોતાના નામે કરી છે. બેંગ્લોરમાં રમાયેલી ફાઈનલમાં એમપીએ મુંબઈને 6 વિકેટે હરાવી દીધુ છે.આ પહેલા એમપીની ટીમ 1999માં ફાઈનલમાં પહોંચી હતી પણ કર્ણાટકના હાથે 96 રને હારનો સામનો કરવો પડયો હતો. તે વખતે એમપી ટીમના કેપ્ટન ચંદ્રાકાન્ત પંડિત આજે ફાઈનલ જીતનારી ટીમના કોચ છે. પાંચમા દિવસે શરૂઆતના સેશનમાંજ મુંબઈએ પોતાની બાકી આઠ વિકેટો ગુમાવી દેતા મુંબઈની ટીમ 269 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.મુંબઈ વતી સુવેદ પારકર 51, સરફરાઝે 45 અને પૃથ્વી શોએ 44 રન બનાવ્યા હતા.એમપી તરફથી કુમાર કાર્તિકેયે ચાર વિકેટ ઝડપી હતી. મુંબઈએ આપેલા 108 રનના ટાર્ગેટને એમપીએ ચાર વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. મુંબઈ પહેલી ઈનિંગમાં સરફરાઝની સદીની મદદથી 374 રનનો સ્કોર ઉભો કર્યો હતો.જેના જવાબમાં મધ્યપ્રદેશે પહેલી ઈનિંગમાં 536 રન કર્યા હતા.જોકે બીજી ઈનિંગમાં મુંબઈની ટીમ પાંચમા દિવસે ઓલ આઉટ થઈ ગઈ હતી. આ પહેલા મુંબઈ 41 વખત રણજી ટ્રોફી ચેમ્પિયન બની ચુકી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular