દેવભૂમિ દ્વારકાના છેવાડાના વિસ્તાર એવા ઓખા મંડળમાં છેલ્લા આશરે ચારેક માસના સમયગાળા દરમિયાન જુદા જુદા યાત્રાળુઓ , આસામીઓના મોબાઈલ ફોન ચોરી થયાના તેમજ ગુમ થયાના બનાવ પોલીસ ચોપડે નોંધાયા હતા. આને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ઓખા મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. આર.આર. ઝરુ દ્વારા ટેકનીકલ એનાલિસીસ કરી અને આશરે રૂપિયા 2.20 લાખની કિંમતના 14 મોબાઈલ ફોન શોધી કાઢી અને મૂળ માલિકને સુપ્રત કરવામાં આવ્યા હતા. આમ, ઓખા મરીન પોલીસે “તેરા તુજકો અર્પણ”ની નોંધપાત્ર કામગીરી કરી હતી.