Monday, June 17, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં આજથી વામન જાની કપ અંડર-14 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ - VIDEO

જામનગરમાં આજથી વામન જાની કપ અંડર-14 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ – VIDEO

જેડીસીએ અને સેલિબ્રેશન બી વચ્ચે પ્રારંભિક મેચ : ટોસ ઉછાળ વિધિમાં સેલિબ્રેશન બી એ ટોસ જીતી ફિલ્ડીંગ પસંદ કરી

- Advertisement -

- Advertisement -

જામનગર શહેરના ક્રિકેટ બંગલા મેદાનમાં આજથી રમતગમત પ્રરિશક્ષણ કેન્દ્ર (સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત) અને જામનગર ડિસ્ટીક્રટ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત રાજેન્દ્રસિંહ જાડેજા કપ ઓપન સિનિયર, વામન કપ અંડર-14 સીઝન બોલ વન ડે નોકઆઉટક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો. જેમાં પ્રથમ મેચમાં જેડીસીએ અને સેલિબ્રેશન બી વચ્ચે મેચ રમાયો હતો. પ્રથમ મેચના પ્રારંભમાં ટોસ વિધી અને ઓળખ વિધીમાં જામનગર શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ નિલેશભાઇ ઉદાણીના હસ્તે ટોસ ઉછાળવામાં આવ્યો હતોે. આ ટોસ ઉછાળ વિધીમાં ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અજયભાઇ સ્વાદિયા અને ક્રિકેટ કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ ઉપસ્થિત રહયા હતા. ટોસ ઉછાળ વિધી બાદ બન્ને ટીમના કેપ્ટન અને ક્રિકેટરોની ઓળખવિધી કરવામાં આવી હતી. મેચના પ્રારંભ પૂર્વે સેલિબ્રેશન બી ની ટીમે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular