ગુજરાતના પોલીસવડા વિકાસ સહાય દ્વારા રાજ્યમાં ગુનાખોરી અને અસામાજિક તત્વોની લુખ્ખાગીરી ડામવા માટે દરેક જિલ્લાના પોલીસ કમિશનર, પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓને 100 કલાકમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જે સમય આજે પુરો થતો હોય રાજ્યના પોલીસવડા દ્વારા ગોધરા ખાતે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજવામાં આવી છે આ અલ્ટીમેટમ અંતર્ગત જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા શહેર અને જિલ્લામાં રહેલા 1000 થી વધુ ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોની યાદી તૈયાર કરવામાં આવી છે અને આ પુર્વે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ ગઈકાલે સાંજે જામનગર ખાતે આ તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.


