જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ગામના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જૂગાર અખાડો ચાલતા સ્થળે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન એક મહિલા સહિત 10 શખ્સોને પોલીસે રૂા.7,11,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં ઉપરાંત આ દરોડામાં દારૂની બોટલ મળી આવતા જુદા-જુદા બે ગુના નોંધી તપાસ આરંભી હતી. જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં જાહેરમાં જૂગાર રમતા છ શખ્સોને પોલીસે રૂા.11800 નીરોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ગામમાં રહેતો પરેશ પરેચાના કબ્જાના મકાનમાં પોલા વરજાંગ મોરી અને રાજન નાગાજર ઓડેદરા નામના બે શખ્સો બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગારનો અખાડો ચલાવતા હોવાની પો.કો. કૃણાલભાઈ હાલા, મયુરસિંહ જાડેજા, નવલભાઈ આસાણી, દિલીપસિંહ જાડેજાને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી આર બી દેવધાના માર્ગદર્શન હેઠળ પીઆઈ વાય.જે.વાઘેલા, હેકો રાજેશભાઈ કંડોરીયા, જે.ડી.મેઘનાથી, પો.કો. નવલભાઈ આસાણી, કૃણાલભાઈ હાલા, રવિન્દ્રસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, મેઘરાજસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન પરેશ ભગવાનજી પરેચા, અમિત રમેશ ડાભી, રણજીત ઉર્ફે રણિયો દુદા ઓડેદરા, રાજુ ભીખુ મોઢવાડિયા, કેશુ વજશી આગઠ, અજા જીવા મોરી, હજા જીવા મોરી, રાજુ રામા મોઢવાડિયા, અજીમ સદરુદ્દીન મુલાણી, નાગાજણ ભીમા ઓડેદરા અને એક મહિલા સહિત 10 શખ્સોને ઝડપી લીધા હતાં.
પોલીસે રેઈડ દરમિયાન રૂા.64500 ની રોકડ રકમ અને રૂા.2,46,000 ની કિંમતના 12 મોબાઇલ ફોન તથા રૂા.3 લાખની કિંમતની કાર અને એક લાખની કિંમતની બાઇક મળી કુલ રૂા.7,11,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઉપરાંત જૂગાર દરોડા સ્થળેથી રૂા.500 ની કિંમત મળી આવી હતી. પોલીસે રેઈડ પૂર્વે નાશી ગયેલા પોલા વરજાંગ મોરી, રાજન નાગાજણ ઓડેદરા, પરબત કોડિયાતર, રાજુ કારા ચાવડા, પ્રકાશ ઉર્ફે પિન્ટુ ખોજો બહાદુર બરડાઈ, અને સામત મોઢવાડિયા નામના છ શખ્સો સહિતના 16 શખ્સો વિરૂધ્ધ જૂગાર અને દારૂનો કવોલીટી કેસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાંથી માલવડા રોડ તરફ જતાં રોડ પર લાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન બધા કાના સરવૈયા, પ્રફુલ્લ મનસુખ સાંથલપરા, લલીત કાના સરવૈયા, અનિલ રતિ વલાણિયા, રમેશ વિરમ રાઠોડ અને દિનેશ મનજી સરવૈયા નામના છ શખ્સોને પોલીસે રૂા.11800 નીર ોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
ત્રીજો દરોડો, જામજોધપુરમાં આંબેડકર રોડ પર જાહેરમાંવર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા ઈશા ઓસમાણ રાવકરડા નામના શખ્સને રૂા.1680 ની રોકડ રકમ અને રૂા.500 નો મોબાઇલ મળી કુલ રૂા.2180 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.