Saturday, September 14, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર જિલ્લામાંથી દારૂના દરોડા દરમિયાન પોલીસે શખ્સોને ઝડપી લીધા

જામનગર શહેર જિલ્લામાંથી દારૂના દરોડા દરમિયાન પોલીસે શખ્સોને ઝડપી લીધા

- Advertisement -

પ્રથમ દરોડો, જામનગરના દરેડ ગામ બસ સ્ટેન્ડ પાસેથી પંચકોશી બી ડીવીઝન પોલીસે અલ્પેશ દિનેશ ત્રિવેદીના મકાનમાંથી રેઈડ દરમિયાન રૂા.1000 ની કિંમતની બે નંગ દારૂની બોટલ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બીજો દરોડો વસઈ ગામની ગોલાઈ પાસેથી સીક્કા પોલીસે નઝીમ ઉર્ફે રજાક ઓસમાણ થૈયમ નામના શખ્સ પાસેથી રૂા.200 ની કિંમતના બે નંગ દારૂના ટીન સાથે ઝડપી લીધો હતો. ત્રીજો દરોડો, પંચકોશી એ ડીવીઝન પોલીસે હાપા એલગન સોસાયટી હનુમાન મંદિર પાસેથી પારસ સુભાષ માજુસા નામના શખ્સની જીજે-10-સીઆર-6642 નંબરના એકટીવામાંથી બે નંગ દારૂની બોટલ સાથે ઝડપી લઇ રૂા.1000 ની કિંમતની બે નંગ દારૂની બોટલ તથા રૂા.20000 ની કિંમતની મોટરસાઈકલ સહિત કુલ રૂા.21000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ચોથો દરોડો, જામનગરમાં અંધાશ્રમ પાછળ બોમ્બે દવા બજાર કોલોનીમાં 91 નંબરના કવાર્ટરમાંથી મેહુલગીરી શિવગીરી ગોસ્વામી નામના શખ્સના મકાનમાંથી સીટી સી પોલીસે રૂા. 3000 ની કિંમતની છ નંગ દારૂની બોટલ તથા રૂા. 3000 ની કિંમતના 30 નંગ દારૂના ચપલા સહિતનો મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

પાંચમો દરોડો જામનગર શહેરના પટેલ પાર્ક વિસ્તારમાં જડેશ્ર્વર મહાદેવ મંદિર પાસે, જડેશ્ર્વર રેસીડેન્સીમાં બ્લોક નંબર બી 301 નંબરના ફલેટમાં રેઈડ દરમિયાન સીટી એ પોલીસે હરીશ મનસુખ પોપટ નામના શખ્સ પાસેથી રૂા.500 ની કિંમતની એક નંગ દારૂની બોટલ ઝડપી લીધી હતી.

છઠો દરોડો, જામનગરના ગોકુલદર્શન સોસાયટી પાસેથી સીટી એ પોલીસે રાજેશ ઉર્ફે રાજા ખીસકે જેઠાલાલ મંગે નામના શખ્સ પાસેથી રૂા.12,000 ની કિંમતની 24 નંગ દારૂની બોટલો ઝડપી લઇ દારૂનો જથ્થો પૂરો પાડનાર સુનિલ બારેયાની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -

સાતમો દરોડો, જામનગરના ખોડિયાર કોલોની શાકમાર્કેટ ચાર રસ્તા પાસેથી સીટી સી ડીવીઝન પોલીસે જીજે-10-સીએમ-3345 નંબરના એકટીવામાંથી રૂા.11000 ની કિંમતની 22 નંગ દારૂની બોટલ સાથે રમીસ મહમદ ગોરીને ઝડપી લઇ દારૂનો જથ્થો પૂરો પાડનાર રવિ દુડાજ નામના શખ્સની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular