Wednesday, March 18, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરમાં મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરમાં કબીર આશ્રમ વાડી શેરીમાંથી એક રહેણાંક મકાનમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલો ઝડપી હતી. મકાનમાલિક નાશી જતાં તેની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં કબીર આશ્રમ વાળી શેરીમાં રહેતાં ધાર્મિક પ્રકાશ નંદા નામના શખ્સે રહેણાંક મકાનમાં દારૂ સંતાડયો હોવાની બાતમીના આધારે સિટી એ પોલીસે દરોડો પાડી રહેણાંક મકાનમાંથી રૂા. 4000 ની કિંમતની બે નંગ દારૂની બોટલો કબ્જે કરી હતી. દરોડા દરમિયાન આરોપી નાશી જતાં તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular