Wednesday, July 3, 2024
Homeખબર સ્પેશીયલબ્લડરપ્રેશરના પેશન્ટને વાંચવા જેવું

બ્લડરપ્રેશરના પેશન્ટને વાંચવા જેવું

- Advertisement -

નમક (મીઠુ) ખાવાથી બ્લડર પ્રેશર શા માટે વધે છે ? અને આખા દિવસ દરમિયાન કેટલું નમક લઇ શકાય ? આવા પ્રશ્ર્નો સામાન્ય રીતે આપણને થતા હોય છે. ત્યારે ચાલો એકસપર્ટ પાસેથી જાણીએ કે તમારા રોજીંદા આહારમાં નમકની માત્રા કેટલી હોવી જોઇએ.

- Advertisement -

જે લોકોને હાઈપરપેન્શન એટલે કે હાઈ બીપીની બીમારી છે તેમને ડોકટર નમક ઓછું ખાવાની સલાહ આપતા હોય છે કારણ કે વધારે નમક લેવાથી બીપી એકદમ વધી જતું હોય છે. આપણા શરીરમાં સોડિયમનું બેલેન્સ હોય છે. જ્યારે વધુ નમક લેવામાં આવે ત્યારે આ સોડિયમના નેચરલ બેલેન્સને બગાડે છે જેથી શરીરમાં પાણી સ્ટોર થવા લાગે છે જેથી આ વધારાનું નમક બહાર કાઢી શકાય જેનાથી ધમનીઓ પર બ્લડનું પ્રેશર વધી જતું હોય છે જેને પરિણામે હાઈ બ્લડ પ્રેશર થતું હોય છે. આપણે આખા દિવસ પર કેટલું નમક લેવું જોઇએ ? ડાયટીશીયન સોમ્પા કહે છે કે, એક હેલ્ધી વ્યક્તિએ એક દિવસમાં 5 ગ્રામથી જરા ઓછું નમક લેવું જોઇએ. જેમાં 2 ગ્રામથી વધુ સોડિયમ ન હોવું જોઇએ. એટલે કે એક ટી સ્પુનથી ઓછું નમક લેવું જોઇએ. આમ, સોડિયમ અવોઈડ કરવા શું કરી શકાય જેમ કે ટેબલ નમક ઓછું કરી શકાય એટલે કે કોઇ પણ આહારમાં ઉપરથી કાચુ નમક ન લેવું જોઇએ. બજારમાંથી સોડિયમ ફ્રી વસ્તુ ખરીદવી જોઇએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular