gorakhnath mandir પર વીજળી : ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઇ રહ્યું છે. તો ગઈકાલે એકાએક જુનાગઢના વાતાવરણમાં પલટો આવતા સાંજના સમયે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. આ સમયે જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા gorakhnath mandir પર વિજળી પડી હતી. જેના પરિણામે મંદિરનું શિખર અને એની આસપાસનો અમુક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. મહત્વનું છે કે વિજળી પડવાને કારણે કોઈ જાનહાનીના સમાચાર નથી.
સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં પડેલા ભારે વરસાદના પરિણામે અનેક જગ્યાઓ પર નુકશાની સર્જાઈ હતી. આ સાથે જ હવે ચોમાસુ લગભગ પૂર્ણાહુતિના આરે આવી ગયુ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાંથી ચોમાસુ પૂર્ણ થઈ ગયુ છે. પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજી આંશિક અસર યથાવત રહેશે. જેના લીધે જુનાગઢ અને ભાણવડમાં ગઈકાલના ગઈકાલના રોજ વરસાદ વરસ્યો હતો. આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ સામાન્ય છૂટો છવાયો વરસાદ આવી શકે છે. તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.