Wednesday, December 4, 2024
Homeરાજ્યજામનગરપ્રજાસત્તાક પર્વને લઇ જામનગરમાં ઇમારતોને રોશનીના શણગાર

પ્રજાસત્તાક પર્વને લઇ જામનગરમાં ઇમારતોને રોશનીના શણગાર

- Advertisement -

જામનગર સહિત દેશભરમાં આજરોજ 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે જામનગર શહેરમાં ઠેર-ઠેર રોશનીના શણગાર કરવામાં આવ્યા હતાં. પ્રજાસત્તાક પર્વને અનુલક્ષીને જામનગર શહેરની કલેકટર કચેરી, જિલ્લા પંચાયત, પીજીવીસીએલ કચેરી, કસ્ટમ ઓફિસ સહિતની અનેક સરકારી ઇમારતોને રોશનીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત એમપીશાહ કોમર્સ કોલેજ સહિતની કોલેજો તેમજ ખાનગી ઇમારતોને પણ પ્રજાસત્તાક પર્વને લઇ રોશનીના શણગાર કરવામાં આવ્યા હતાં. જેને લઇ રાત્રિના સમયે ઇમારતો રોશનીથી ઝળહળી ઉઠતાં નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular