Monday, December 23, 2024
Homeરાજ્યહાલારખંભાળિયાના પાંચ કાયમી ફટાકડાના લાયસન્સ ધારકોના પરવાના રદ્દ

ખંભાળિયાના પાંચ કાયમી ફટાકડાના લાયસન્સ ધારકોના પરવાના રદ્દ

ફાયર સેફ્ટીના અભાવ સહિતના મુદ્દે કાર્યવાહી : ગીચ વિસ્તારમાં દુકાન ધારકોના લાયસન્સ કેન્સલ

- Advertisement -

ખંભાળિયા તાલુકામાં જે કોઈ આસામી કાયમી ફટાકડાનું વેચાણ કરવાનું લાયસન્સ ધરાવે છે, તેવા લાયસન્સ ધારકોની તંત્ર દ્વારા સઘન તપાસણી કરાવવામાં આવી હતી. જેમાં અહીંના મામલતદાર, પોલીસ વિભાગ અને ફાયર વિભાગની ટીમને સાથે રાખીને આ ટુકડીઓ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં જરૂરી ચેકિંગ કાર્યવાહી કરાઈ હતી.

- Advertisement -

આ વચ્ચે ઉલ્લેખનીય છે કે ખંભાળિયા વિસ્તારમાં આશરે દોઢ ડઝન જેટલા ફટાકડાના કાયમી લાયસન્સ ધારકો છે. દિવાળી દરમિયાન કામ ચલાઉ ધોરણે લાયસન્સ મેળવીને આશરે 40-50 જેટલા દુકાનધારકો ફટાકડાનો વેપાર કરે છે.

તંત્ર દ્વારા કરવામાં આવેલી તપાસણીમાં જે કોઈ લાયસન્સધારકની કામગીરી નિયમોનુસાર જણાયેલ નથી, તેવા તમામને નોટીસ આપીને જરૂરી આધાર-પુરાવાઓ રજૂ કરવા જણાવાયું હતું. જે પૈકી હાલમાં પાંચ લાયસન્સ ધારકોએ તમામ જરૂરી આધાર-પુરાવાઓ રજૂ કરી શક્યા ન હોવાથી તેમજ આ અંગેની યોગ્ય પૂર્તતા – ખુલાસા ન આપતા આવા લાયસન્સ ધારકો સ્થળોએ ફાયર સેફ્ટીની પણ પૂરતી સુવિધા ન હોય, અને ફાયર એન.ઓ.સી. પણ ધરાવતા ન હોય, જેથી તેવા પાંચ લાયસન્સ ધારકોના લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યા છે.

- Advertisement -

વધુમાં જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાની મેઈન બજારમાં જીતેનભાઈ ચંદુલાલ સવજાણી, સાવન પ્રભુદાસ કોટેચા, જયંતીલાલ વાલજીભાઈ નકુમ, રોમીલ કાંતિલાલ કોટેચા અને વિનોદરાય મંગલદાસ હિંડોચા નામના પાંચ આસામીઓના લાયસન્સ રદ થયા છે. અહીંના પ્રાંત અધિકારી કે.કે. કરમટાના વડપણ હેઠળ પ્રથમ વખત કરવામાં આવેલી આ પ્રકારની કડક કાર્યવાહીએ સ્થાનિક વેપારીઓમાં ચર્ચા જગાવી છે. આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેનાર હોવાનું જાણવા મળેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular