આજે દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.
જામનગર શહેરમાં રાજકીય અગ્રણીઓ, સામાજીક સંસ્થાઓ, અગ્રણીઓ દ્વારા ચાંદીબજારમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. અગ્રણી ઉદ્યોગપતિ વિપુલભાઈ કોટક, નીરજભાઈ દત્તાણી, દિનેશભાઈ મારફતિયા, કિરીટભાઈ મેહતા સહિતના અગ્રણીઓ દ્વારા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ગાંધીજયંતીની ઉજવણી કરી હતી.