જામનગરના હવાઈ ચોક વિસ્તારમાંથી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે વિવેક ગોપા ધામેચા નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.1500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ મળી આવતા પોલીસે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા દારૂના જથ્થામાં ગુલાબનગરમાં રહેતાં માનવ નામના શખ્સ સંડોવણી ખુલ્લી હતી જેના આધારે પોલીસે બંને શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.