Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારભારાબેરાજામાં ધમધમતા જુગાર અખાડા સ્થળે એલસીબીનો દરોડો

ભારાબેરાજામાં ધમધમતા જુગાર અખાડા સ્થળે એલસીબીનો દરોડો

એક મહિલા સહિત દસ શખ્સોને ઝડપી લીધા : રૂા. 6.63 લાખની રોકડ મળી કુલ રૂા. 13.39 લાખનો મુદામાલ કબ્જે :

ખંભાળિયા તાલુકાના ભારા બેરાજા ગામે ગત સાંજે એલસીબી પોલીસે બાતમીના આધારે જુગાર દરોડો પાડી અને આ ગામના જીતુ રણમલ રૂડાચ નામના ગઢવી શખ્સ દ્વારા ચલાવતા જુગારના અખાડામાંથી મહિલા એક મહિલા સહિત 10 વ્યક્તિઓને પકડી પાડ્યા હતા. આ દરોડામાં રૂપિયા 6.63 લાખની રોકડ રકમ સહિત કુલ રૂપિયા 13.39નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબીની ટીમ દ્વારા જુગાર સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં એલસીબીના પીઆ. કે. કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ રવિવારે એલસીબીની ટીમ દ્વારા એએસઆઈ અરજણભાઈ ચંદ્રવાડિયા, ખીમાભાઈ કરમુર અને પરેશભાઈ સાંજવાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયાથી આશરે 24 કિલોમીટર દૂર ભારા બેરાજા ગામે રહેતા જીતુ રણમલ રૂડાચ નામના 45 વર્ષના ગઢવી શખ્સ દ્વારા પોતાની વાડીએ આવેલા મકાનમાં પોતાના અંગત કાયદા માટે નાલ ઉઘરાવીને ગંજીપાના વડે રમાડાતા જુગારના અખાડા પર રવિવારે સાંજે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ દરોડા દરમિયાન પોલીસે જીતુ રણમલ રૂડાચ, રાકેશ લખમણ નકુમ , જયસુખ માધા કણજારીયા , ઘેલુ વેરશી ભુવા, ડાડુ કરણા ભાટિયા, કમલેશ વેરશી ભુવા, હરદાન મેઘા રૂડાચ, ગોપાલ હરી જામ, અરસી સામત નંદાણીયા તથા એક મહિલા સહિત 10 પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા. આ કાર્યવાહીમાં પોલીસે જુગારીઓ પાસેથી રૂ. 6,63,200ની રોકડ રકમ ઉપરાંત રૂ. 1,76,000ની કિંમતના 10 નંગ મોબાઈલ ફોન તેમજ રૂપિયા પાંચ લાખની કિંમતની એક આર્ટિગા મોટરકાર સહિત કુલ રૂપિયા 13,39,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે અંગે ખંભાળિયા પોલીસે એલસીબીના હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુરની ફરિયાદ પરથી તમામ આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

- Advertisement -

આ સમગ્ર કાર્યવાહી એલસીબ. પીઆઈ કે. કે. ગોહિલના વડપણ હેઠળ પીએ.આઈ વી. એન. સીંગરખીયા, એસ.એસ. ચૌહાણ અને એસ.વી. કાંબલીયા સાથે સ્ટાફના અરજણભાઈ ચંદ્રવાડીયા, અજીતભાઈ બારોટ, વિપુલભાઈ ડાંગર, ખીમાભાઈ કરમુર, પરેશભાઈ સાંજવા, મયુરભાઈ ગોજીયા, પુરીબેન સરઠીયા, સચીનભાઈ નકુમ અને વિશ્ર્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular