Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી આંતરરાજ્ય ‘મેવાત ગેંગ’ના બે શખ્સોને ઝડપી લેતી એલસીબી

જામનગરમાંથી આંતરરાજ્ય ‘મેવાત ગેંગ’ના બે શખ્સોને ઝડપી લેતી એલસીબી

જુદી જુદી બેંકોના 30 એટીએમ કાર્ડ, બે મોબાઇલ ફોન અને 1800 ની રોકડ રકમ કબ્જે : જામનગરની બેંકોના એટીએમમાંથી કૌભાંડ આચરે તે પૂર્વે એલસીબીએ દબોચ્યા

- Advertisement -

જામનગર શહેરમાં જુદી જુદી બેંકોના એટીએમ કાર્ડ દ્વારા એટીએમમાંથી પૈસા કાઢી લેતી આંતરરાજ્ય ‘મેવાત ગેંગ’ ના બે સાગરિતોેને એલસીબીની ટીમે જોગસપાર્ક વિસ્તારમાંથી દબોચી લઇ તેમની પાસેથી 30 એટીએમ કાર્ડ, બે મોબાઇલ ફોન અને 1800 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર શહેરના જોગસ પાર્ક વિસ્તારમાં આંતરરાજ્ય ગેંગના બે શખ્સો જુદા જુદા એટીએમ કાર્ડ દ્વારા એટીએમ મશીનમાંથી પૈસા કાઢવાની પેરવી કરતા હોવાની એલસીબીના સંજયસિંહ વાળા, દિલીપ તલાવડિયા અને હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલી સંયુકત બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ એસ.એસ. નિનામાની સૂચનાથી પીએસઆઈ આર.બી.ગોજિયા, બી.એમ. દેવમુરારી, કે.કે. ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્ર્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશ ચૌહાણ, લખમણભાઈ ભાટિયા, સુરેશભાઈ માલકિયા, ધમેન્દ્રસિંહ જાડેજા અને દયારામ ત્રિવેદી, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી અને વારીસખાન રતીખાન મેવ પઠાણ (ઉ.વ.22) અને અંસારખાન કયુમખાન મીયા (ઉ.વ.22) (રહે. પીપરોલી ગામ થાણા પુન્હાના તા. પુન્હાના જી. નુહુ મેવાત હરિયાણા) નામના બન્ને શખ્સોને ઝડપી લીધા હતાં.

એલસીબીની ટીમે બન્ને શખ્સોની તલાસી લેતા તેમના કબ્જામાંથી જુદી જુદી બેંકોના 30 એટીએમ કાર્ડ, બે મોબાઇલ ફોન અને એક બેંકની જમા સ્લીપ તથા એક ટ્રાવેર્લ્સ ટીકીટ અને 1800 ની રોકડ રકમ મળી કુલ રૂા.10,800 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ બન્ને શખ્સો એટીએમ કાર્ડ વડે એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડતી વખતે એટીએમનું મેઈન પાવર સપ્લાય બટન બંધ કરી દેતા હતાં. જેથી એટીએમમાંથી પૈસા નિકળે તે વખતે નોટો ને હાથમાં પકડી રાખતા હતાં જેના કારણે રેકર્ડ ઉપર પૈસા નિકળ્યાની નોંધ થતી ન હતી. ત્યારબાદ આ પૈસા મળેલ ન હોવા અંગેની જે-તે બેંકમાં ફરિયાદ કરતાં, બેંક તરફથી તે નાણાં એકાઉન્ટમાં પરત જમા કરાવી દેવામાં આવતા આ રીતે અલગ અલગ બેંકો સાથે છેતરપિંડી આચરી બેંકોને આર્થિક નુકસાન પહોંચાડવાનું કૌભાંડ કરતાં હતાં. ઉપરાંત જે બેંકના એટીએમ મશીન બહાર પાવર બટન દેખાતું હોય તે જ એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડતા હતાં.

- Advertisement -

બન્ને શખ્સો દ્વારા રાજસ્થાનના ભીરવાડામાં ઈન્ડુસલેન્ડ બેંકના એટીએમ કાર્ડ વડે બેંક ઓફ બરોડાના એટીએમ સેન્ટરમાંથી તથા અમદાવાદના જમાલપુર ખાતે આવેલી ઈન્ડુસલેન્ડ બેંકના એટીએમ કાર્ડ વડે એસબીઆઈના એટીએમમાંથી પૈસા કાઢી બેંક સાથે છેતરપિંડી આચરી હતી અને હવે જામનગરની જુદી જુદી બેંકોના એટીએમમાંથી આ જ રીતે પૈસા કાઢવાનું અને કૌભાંડ કરવા માટે રેકી કરતા હતાં તે દરમિયાન જામનગર એલસીબીએ બન્નેને દબોચી લીધાં હતાં. ઝડપાયેલો વારીસખાન વર્ષ 2019 માં મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં છેતરપિંડીના ગુનામાં આઠથી દસ મહિના જેલ ભોગવી ચૂકયો છે. એલસીબીની સતર્કતાના કારણે જામનગરમાં આ રીતનું કૌભાંડ થાય તે પૂર્વે જ બન્ને આંતરરાજ્ય ગેંગના સાગરિતોને ઝડપી લેવામાં આવ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular